આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક નહિ હોય તો સહાય નહિ મળે, આ તારીખ પહેલા કરો લિંક | Aadhaar Pan Link Breaking

Aadhaar Pan Link Breaking : આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક : ગુજરાત સરકારના કમિશનર મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કાર્યરત છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ આધાર બેઈઝડ માસિક સહાય ચુકવવાની કામગીરી કાર્યરત હોવાથી ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીને જે ખાતા (બેંક/પોસ્ટ)માં માસિક સહાય મેળવવાની હોય તો તે ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરાવવા જેથી તે બેંક/પોસ્ટ ખાતામાં સહાય જમા થઈ શકે.

Aadhaar Pan Link Breaking | આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક વિગત

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં આધારકાર્ડ લિંક ન હોય તેવી ગંગા સ્વરૂપા બહેનોના આધારકાર્ડ લિંક થાય તે માટે જિલ્લા કક્ષાએથી આધારલિંકની કાર્યવાહી કાર્યરત કરવામાં આવેલ છે. અમદાવાદ જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ આધાર કાર્ડ અપડેટ કરાવવાના બાકી હોય તેવા તમામ લાભાર્થીઓએ તેમના તાલુકાના મામલતદારશ્રીની કચેરીએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના ઓપરેટરની મુલાકાત લઈ આધારકાર્ડ જમા કરાવી અપડેટ કરાવવાના રહેશે.

જે તે તાલુકાના લાભાર્થીઓ તથા અન્ય વ્યક્તિઓ જેમને યોજના અંતર્ગત મૂંઝવતા પ્રશ્નો હોય તેવા તમામ લોકો માટે મામલતદાર કચેરી તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, બ્લોકનં.૧, પોલિટેકનીક કેમ્પસ, આંબાવાડી, અમદાવાદ ખાતે સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકાશે. સંપર્ક માટેનો ફોન નંબર નીચે મુજબ છે. ફોન નંબર: ૦૭૯-૨૬૩૦૯૦૪૨

આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કઈ રીતે કરવું?

યોજનાના લાભાર્થીઓ આધારકાર્ડ અને બેન્ક/પોસ્ટ ખાતાની પાસબુકની નકલ અત્રેની કચેરીના વોટ્સેપ નંબર ૯૪૨૭૬૩૩૬૧૩ ઉપર પણ મોકલાવી શકાશે જેથી લાભાર્થીનું આધાર લિંક કરી શકાય અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની રકમ લાભાર્થીના બચત ખાતમાં સીધી જમા થઈ શકે.

  • STEP 1: પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવા માટે સૌપ્રથમ તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે.
  • STEP 2: ત્યારબાદ તે પેજ માં Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે.
  • STEP 3: પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને Validate પર ક્લિક કરવાનું રહેશે.
  • STEP 4: ત્યાર બાદ જો તમારે ફી ભરવાની જરૂર હશે તો તમને ફી ભરવા માટે કહેવામાં આવશે નહિતર તમે પાન આધાર લીંક નહીં કરી શકશો.
  • STEP 5: ત્યાર બાદ તમારે પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર ,આધાર માં જે નામ હોય તે નામ અને મોબાઈલ નંબર લખવાના રહેશે. અને Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે. (pan card link with aadhar card)
  • STEP 6: ત્યાર બાદ આધાર કાર્ડ પર જે મોબાઈલ નંબર લીંક છે તેના પર OTP આવશે.
  • STEP 7: OTP દાખલ કર્યા બાદ તમને એક મેસેજ જોવા મળશે જેમાં લખેલું હશે કે તમારું આધાર પાન લીંક ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે તમે પાન આધાર લિંક સ્ટેટસ ચેક કરી શકો છો.

SMS દ્વારા આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કઈ રીતે કરવું?

  • STEP 1: તમારા મોબાઇલ પર UIDPAN 12-અંકનો આધાર 10-અંકનો PAN લખો
  • STEP 2: તેને 567678 અથવા 56161 પર મોકલો

પાન કાર્ડ આધાર કાર્ડ લિંક સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

  • STEP 1: સૌપ્રથમ તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે.
  • STEP 2: ત્યારબાદ તે પેજ માં Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.
  • STEP 3: પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને View Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.
  • STEP 4:  પાન કાર્ડ સાથે આધાર કાર્ડ સાથે લિંક છે કે ની તે તમને મેસેજ જોવા મળશે.
પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023
Official Website https://eportal.incometax.gov.in
હોમ પેજઅહી ક્લિક કરો
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a comment