BPL Ration Card: બીપીએલ રેશનકાર્ડ બનાવવા પાત્રતા, લાભ, જરૂરી દસ્તાવેજ અને અરજી પ્રક્રિયા

BPL Ration Card: બીપીએલ રેશનકાર્ડ ની શરૂઆત દેશમાં રહેતા ગરીબ લોકો એટલે કે ગરીબી રેખા નીચે જે લોકો પોતાનું જીવન ગુજારે છે તેમના માટે કરી છે. આ રેશનકાર્ડની જે લોકોની આર્થિક સ્થિતિ નબળી હોય તે ગરીબને સહાય આપવા માટે બનાવવામાં આવે છે. બીપીએલ રેશનકાર્ડ હોય તો સરકાર તમને એક પાકું મકાન, મફતમાં રાશન, અને 5 લાખ રૂપિયા ની સહાય તથા તમારા બાળકો માટે શિષ્યવૃતિ ,મફતમાં ગેસ કનેક્શન ,મફતમાં શૌચાલય વગેરે યોજનાઓનો લાભ આપશે.

BPL Ration Card: બીપીએલ રેશનકાર્ડ માહિતી

હાલના સમયમાં આપણી સરકાર દ્વારા જે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવેલ છે તેમાં પણ જેમની પાસે બીપીએલ રેશનકાર્ડ હોય તેમને ઓટોમેટીક બનાવી આપવામાં આવે છે. તેમને સ્વાસ્થ્ય વીમા હેઠળ રૂપિયા 5 લાખની સહાય આપવામાં આવે છે. જેમા ફક્ત તેમને રજીસ્ટ્રેશન કરવાનું હોય છે.

બીપીએલ રેશનકાર્ડ થી મળતા લાભ

  • આવાસ યોજના હેઠળ પાકુ મકાન બનાવી આપવામાં આવે છે.
  • મફતમાં ગેસ કનેક્શન આપવામાં આવે છે.
  • મફતમાં સૌચાલય
  • આયુષ્માન ભારત યોજના હેઠળ રૂપિયા 5 લાખનો સ્વાસ્થ્ય વીમો.
  • તેમના બાળકોના શિક્ષણ માટે શિષ્યવૃતિ વગેરે લાભ આપવામાં આવે છે.

બીપીએલ રેશનકાર્ડ બનાવવા માટે પાત્રતા

  • બીપીએલ રેશનકાર્ડ બનાવવા માટે સૌથી પહેલા તે વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવન ગુજારતો હોવો જોઈએ.
  • ઉમેદવારની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ.
  • તેના કુટુંબની વાર્ષિક આવક ₹2,00,000 થી ઓછી હોવી જોઈએ.
  • તે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • અરજી કરનાર નું નામ પહેલાથી કોઈપણ રાજ્યના રેશનકાર્ડ અથવા બીપીએલ રેશનકાર્ડ માં હોવું જોઈએ નહીં.

બીપીએલ રેશનકાર્ડ માટે જરૂરી દસ્તાવેજ

  • કુટુંબના તમામ સભ્યોને આધાર કાર્ડ
  • કાર્ય શ્રમિક કાર્ડ (જે પણ માન્ય છે)
  • ગ્રામ્ય વિસ્તાર માટે ગ્રામ પંચાયત અને શહેરી લોકો માટે નગર પંચાયતની મંજૂરી
  • ત્રણ પાસપોર્ટ સાઇઝ ફોટો ( વર્તમાનના) 
  • બેંક પાસબુક
  • બીપીએલ સર્વે ક્રમાંક

બીપીએલ રેશનકાર્ડ બનાવવાની પ્રક્રિયા

  • બીપીએલ રેશનકાર્ડ બનાવવાની પ્રક્રિયા ઓફલાઈન કરવાની રહેશે.
  • સૌપ્રથમ તમારે તમારા વિસ્તારના બ્લોકમાં જવું પડશે.
  • તેમાં ખોરાક પુરવઠા વિભાગ ના કાર્યાલયમાં જાઓ.
  • અહીં તમારું અરજી ફોર્મ લેવાનું રહેશે.
  • તમારા અરજી ફોર્મ માં તમામ જરૂરી દસ્તાવેજ અને માહિતી સાચી ભરેલી હોવી જોઈએ.
  • તેમાં ગામના સરપંચ ગ્રામ સેવક અને અન્ય સભ્યોની સહી હોવી જોઈએ.
  • તમામ જાણકારી ભરાઈ ગયા પછી અરજી ફોર્મ ખાદ્ય પુરવઠા વિભાગ ના કાર્યાલયમાં જમા કરાવો.
  • તમને ત્યાંથી એક પાવતી આપવામાં આવશે તેને સંભાળીને રાખવાની છે.
હોમ પેજ અહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલઅહીં ક્લિક કરો
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a comment