ખૂશખબર! સૌથી સસ્તું સોનું ખરીદીને મોટી કમાણી કરવાનો મોકો, વર્ષમાં માત્ર 2 વાર જ મળે છે સોનેરી મોકો

સૌથી સસ્તું સોનું ખરીદીને મોટી કમાણી કરવાનો મોકો : સોનાથી કમાણી કરવાનો તમારી પાસે શાનદાર મોકો છે. સરકારે જણાવ્યું કે, કારોબારી વર્ષ 2023-23માં બે વાર સોવરેન ગોલ્ડ બોન્ડ બહાર પાડવામાં આવશે. પહેલી વાર 19-23 જૂન 2023 અને બીજી વાર 11-15 સપ્ટેમ્બર 2023ની વચ્ચે આ ગોલ્ડ બોન્ડ બહાર પાડવામાં આવશે.

સૌથી સસ્તું સોનું ખરીદીને મોટી કમાણી કરવાનો મોકો

સરકારે જાણકારી આપી છે કે, કોમર્શિયલ બેંક, SHCIL, CCIL, પોસ્ટ ઓફિસ અને સ્ટોક એક્સચેન્જ દ્વારા આ ગોલ્ડ બોન્ડ બહાર પાડવામાં આવશે. કોમર્શિયલ બેંકોની યાદીમાં સ્મોલ ફાઈનાન્સ બેંક, પેમેન્ટ બેંક અને ક્ષેત્રીય ગ્રામીણ બેંક સામેલ નહિ હોય.

જાણકારી અનુસાર, સોવરેન ગોલ્ડ બોન્ડ IBJAમાં 999 પ્યોરિટીવાળા સોનાના સરેરાશ ભાવના આધાર પર નક્કી કરવામાં આવે છે. સબ્સક્રિપ્શન ખુલ્યાના ઠીક પહેલા સપ્તાહના અંતિમ ત્રણ કારોબારી દિવસના સરેરાશ ભાવના આધાર પર નક્કી થાય છે.

કેન્દ્ર સરકાર તરફથી આ ગોલ્ડ બોન્ડ RBI બહાર પાડે છે. ઓનલાઈન અરજી કરવા અને પેમેન્ટ કરવા પર રોકાણકારોને દરેક ગ્રામ પર 50 રૂપિયાની છૂટ મળે છે.

આ સ્કીમ હેઠળ એક વ્યક્તિ મહત્તમ 4 કિલોગ્રામ સુધી આ બોન્ડ દ્વારા સોનું ખરીદી શકે છે. તેની ન્યૂનતમ મર્યાદા 1 ગ્રામ સુધી છે. ટ્રસ્ટ માટે મહત્તમ મર્યાદા 20 કિલોગ્રામ સુધી હશે.

લોન લેવા માટે આ સોવરેન ગોલ્ડ બોન્ડને કોલેટરલ તરીકે પણ કામ આવી શકે છે. સામન્ય રીતે ફિજિકલ હોલ્ડ ખરીદવા માટે જે KYC નિયમ છે, તે જ નિયમ સોવરેન ગોલ્ડ બોન્ડ પર લાગૂ થાય છે.

સોવરેન ગોલ્ડ બોન્ડને નવેમ્બર 2015માં લોન્ચ કરવામાં આવ્યો હતો. જેથી સરકાર તેની ફિજિકલ ગોલ્ડ પરની નિર્ભરતા ખત્મ કરી શકે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a comment