Gujarat Sanedo Sahay Yojana 2024: ગુજરાત સનેડો સહાય યોજના, ઓનલાઈન અરજી ચાલુ, જાણો વિગતે માહિતી

Gujarat Sanedo Sahay Yojana 2024: ગુજરાત સનેડો સહાય યોજના, ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી બધી યોજનાઓ બનાવેલ છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ પ્રચલિત છે. રાજ્યમાં કૃષિ અને સહકાર વિભાગ દ્વારા પણ ખેડૂતો માટે ikhedut Portal બનાવેલ છે. આઈ-ખેડૂત પોર્ટલ પર તાર ફેન્‍સીંગ સહાય યોજના, તાડપત્રી સહાય યોજના વગેરે જેવી ઘણી બધી યોજનાઓ ઓનલાઈન પોર્ટલ મૂકેલ છે. પરંતુ આજે આપણે સનેડો સહાય યોજના વિશે વાત કરીશું.

ખેડૂતોને ખેતીકામમાં ખૂબ જ ઉપયોગી સાધન સહાયની આપવામાં આવશે. આ યોજના હેઠળ ખેડૂતોને સનેડો ખરીદવા માટે કુલ કિંમતના 25% અથવા રૂપિયા 25,000/- બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.

Gujarat Sanedo Sahay Yojana 2024: ગુજરાત સનેડો સહાય યોજના

યોજનાનું નામસનેડો સહાય યોજના 2024
ક્યા વિભાગ દ્વારા ચાલુ કરેલ છે?કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
કોણે-કોણે લાભ?ગુજરાતના પાત્રતા ધરાવતા ખેડૂતોને
વિશેષ નોંધઆ યોજનાનો લાભ ખેડૂતને 7 વર્ષમાં એક જ વાર મળશે.
ઓનલાઈન અરજી ક્યારે ચાલુ થઈ? 29/12/2023
અરજી કરવાની છેલ્લી તારીખ 29/01/2024
અધિકૃત વેબસાઈટikhedut.gujarat.gov.in

પાત્રતા અને નિયમો

આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા તથા નિયમો બનાવેલ છે. જે લાભાર્થી ખેડૂત ધરાવતો હોવો જોઈએ.

  • લાભાર્થી ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ.
  • ખેડૂત લાભાર્થી આ યોજનાનો લાભ 7 વર્ષમાં માત્ર એક જ વાર લઈ શકશે.
  • જો બેંક ખાતું સંયુકત હોય તો અન્ય નામ ધરાવતા વ્યક્તિનું સહમતી પત્રક જોઈશે.
  • ખેડૂતને આ યોજના હેઠળ મળેલ સનેડો 2 વર્ષ સુધી વહેંચી શકશે નહીં.
  • આ યોજના હેઠળ મેળવેલ સાધન સહાયનો ઉપયોગ માત્ર ખેતીને લગતાં કામો માટે જ કરવાનો રહેશે.
  • આ સનેડામાં પેસેન્જર વાહન બનાવી શકાશે નહીં. અને તેનો ઉપયોગ પેસેન્જરના પરિવહન કરી શકશે નહીં.

જરૂરી ડોક્યુમેન્‍ટ

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોઓએ નીચે મુજબના ડોક્યુમેન્‍ટ આપવાના રહેશે.

  • ઓનલાઈન અરજીની સહીવાળી નકલ થતા સંયુકત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક
  • 7/12, 8-અ ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ
  • બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક
  • આધારકાર્ડની નકલ
  • કબુલાતનામું અને સ્વ-ઘોષણા પત્રક
  • લાભાર્થી ડ્રાઈવીંગ લાઈસન્‍સ ધરાવતા હોવા જોઈએ.

સનેડો સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?’

આ સહાય યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન કરવાની રહેશે. વધુમાં નજીકની તાલુકા કચેરી અથવા જનસેવા કેન્‍દ્રમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે ઓનલાઈન ફોર્મ ભરાવી શકે છે. ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું.

  • સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
  • જે પરિણામ આવે તેમાંથી ઓફિશિયલ વેબસાઈટ ખોલવી.
  • આઈ ખેડૂત વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
  • જેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
  • “ખેતીવાડી ની યોજના” ની વિવિધ યોજનાઓ બતાવશે.
  • જેમાં “રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો)” માં  પર ક્લિક કરવાની રહેશે.
  • જેમાં “રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો)” માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.

ઓનલાઈન અરજી કર્યા બાદ શું પ્રક્રિયા કરવી?

આ યોજનાની ઓનલાઈન અરજી કર્યા બાદ નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.

  • ઓનલાઈન અરજી કરતી વખતે અરજદાર ખેડૂતો દ્વારા અધિકૃત થયેલા સનેડોના વેપારી/વેન્ડરો/દુકાનની માહિતી આપવાની રહેશે.
  • આઈ ખેડૂત પોર્ટલ ઉપર દર્શાવેલ સરકાર માન્ય દુકાનદાર / વેપારી / વેન્ડરો પાસેથી જ આ સાધન ખરીદવાનો રહેશે.
  • સનેડાની ખરીદી બાદ દુકાનદાર / વેપારી / વેન્ડરો પાસેથી બિલ અવશ્ય મેળવી લેવું.
  • આ સાથે સનેડોમાં લગાવેલા એન્જિનના બિલની નકલ પણ લેવાની રહેશે.
  • ખેડૂતો પોતાના દરેક સાધન પુરાવા જેવા કે, સનેડો ખરીદીનું ઓરીજીનલ બિલ, સનેડો એન્જીનની ખરીદીના બીલની નકલ, ઓનલાઈન પોર્ટલ પર કરેલ અરજી, જાતિ પ્રમાણપત્ર, જમીનના આધાર પુરાવા સહિત આ યોજનાની દરખાસ્ત 60 દિવસની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયતને ચકાસણી માટે મોકલવાના રહેશે.
ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a comment