Gujarat Saraswati Sadhana Yojana: સરસ્વતી સાધના યોજના” હેઠળ સરકાર દ્વારા વિનામૂલ્યે સાયકલ, ઓનલાઇન અરજી કરો

Gujarat Saraswati Sadhana Yojana | સરસ્વતી સાધના યોજના: ગુજરાત માં ઘણી એવી શાળાઓ છે જે વિદ્યાર્થીના વસવાટ થી ઘણી દૂર છે તેના કારણે કન્યાઓને પોતાના ઘરે થી શાળા માં આવવા સુધી ઘણું ચાલવું પડે છે અને અંતર કાપવું પડે છે તેના માટે ગુજરાત માં ધોરણ 9 માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતીની કન્યાઓને “સરસ્વતી સાધના યોજના” હેઠળ સરકાર દ્વારા વિનામૂલ્યે સાયકલ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.

Gujarat Saraswati Sadhana Yojana: સરસ્વતી સાધના યોજના

સરસ્વતી સાધના યોજના હેઠળ ગુજરાતમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને “સરસ્વતી સાધના” યોજના હેઠળ એકદમ મફત એટલે કે વિનામૂલ્યે સાઈકલ ભેટ આપવામાં આવે છે. ગુજરાતમાં ઘણી એવી કન્યા અભ્યાસ કરે છે કે તેમના ઘરથી તેમની શાળા ઘણી દૂર હોય છે તેના કારણે તેને ચાલવામાં પણ મુશ્કેલી પડતી હોય છે તેના લીધે આ યોજના શરૂ કરવામાં આવી છે.

યોજનાનો હેતુ – Saraswati Sadhana Yojana 

અનુસૂચિત જાતિના પરિવાર માંથી ધોરણ 9 માં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ સ્વરૂપે ભેટ આપવામાં આવે છે. તો આ સાઈકલ એટલા માટે આપવામાં આવે છે કે અમુક કન્યાઓને પોતાની શાળા માં આવવા માટે અંતરિયલ અને દૂર ના વિસ્તારમાંથી આવતી હોય છે તો તેમને ચાલવામાં મુશ્કેલીઓ આવતી હોય છે તો તે હેતુથી સાયકલ આપવામાં આવે છે. તેમજ આ સાઈકલ છે તે વિનામૂલ્યે આપવામાં આવતી હોય છે. તો સરકારનો મુખ્ય હેતુ આ છે.

અનુસૂચિત જાતિની કન્યાઓને સાયકલ સહાય યોજના

યોજનાનું નામસરસ્વતી સાધના યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવીગુજરાત સરકાર દ્વારા 
વિભાગનિયામક અનુસૂચિત જાતી કલ્યાણ
લાભાર્થીધોરણ 9 માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ ની કન્યાઓ
મળવાપાત્ર સહાયવિનામૂલ્યે સાયકલ
સત્તાવાર વેબસાઇટ https://sje.gujarat.gov.in

મફત સાયકલ યોજના નો લાભ કોને મળે છે?

  • વિદ્યાર્થીની ધોરણ 9 માં અભ્યાસ કરતી હોવી જોઈએ.
  • વિદ્યાર્થીની અનુસૂચિત જાતિ (SC) હોવી જોઈએ.
  • ગ્રામ્ય સ્તરે અને શહેરી સ્તરે કુટુંબની વાર્ષિક આવક 6,00,000/- થી વધુ ન હોવી જોઈએ.

સરસ્વતી સાધના યોજના માટેના ડોક્યુમેન્ટ

અનુસૂચિત જાતિની કન્યાઓને સાયકલ સહાય મેળવવા માટે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે. 

  • વિદ્યાર્થીની નું આધાર કાર્ડ
  • વિદ્યાર્થીનીનો જાતિનો દાખલો 
  • આવકનો દાખલો 
  • પાસપોર્ટ સાઈઝ નો ફોટો
  • શાળાનું બોનોફાઇડ સર્ટિફિકેટ

યોજના માટે મળવાપાત્ર લાભ

સરસ્વતી સાધના યોજના માટે મળવાપાત્ર લાભ નીચે મુજબ છે. આ યોજનામાં ધોરણ 9 માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને સાયકલ આપવામાં આવે છે. આ સાઈકલ એકદમ વિનામૂલ્યે એટલે કે મફત આપવામાં આવે છે.

સરસ્વતી સાધના યોજના માટે અરજી કેવી રીતે કરવી?

સાયકલ સહાયનો લાભ મેળવવા નીચે મુજબ અરજી કરવી પડશે:

  • સરસ્વતી સાધના યોજના નુ ફોર્મ શાળા દ્વારા ભરવાનું હોય છે.
  • આ યોજના નું ઓનલાઈન ફોર્મ શાળા થકી ભરી શકાશે.
  • શાળા દ્વારા “Digital Gujarat Portal” મારફતે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • ત્યાર પછી નિયામક કચેરી દ્વારા અરજી મંજુર થાય છે.
  • આ યોજનામાં વિદ્યાર્થિનીઓ એ કંઈ જ પ્રોસેસ કરવાની હોતી નથી. 
  • બધી પ્રોસેસ શાળા દ્વારા કરવાની હોય છે.

Saraswati Sadhana Yojana ની મહત્વપૂર્ણ લિંક્સ: 

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
અરજી પ્રક્રિયા શાળા દ્વારા ઓનલાઇન કરવાની રહેશે
હેલ્પલાઈન નંબર7923253229
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a comment