ગુજરાતનું હિલ સ્ટેશન, આ હિલ સ્ટેશનમાં ફરવા ગયા તો બીજા હિલ સ્ટેશનને ભૂલી જશો

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. અને વરસાદ પણ સારો થઈ ગયો છે. વરસાદને લીધે જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેવો એહસાસ થાય છે. આ વરસાદની ઋતુમાં પર્વતો, નદીઓ, ઝરણાઓ વગેરે થી સુંદર પ્રકૃતિ ખીલી ઊઠે છે. આ પ્રકૃતિનો આનંદ માણવા લોકો બહાર હિલ સ્ટેશનના પ્રવાશે જાય છે. ત્યારે Gujarat Hill Station માં એક હિલસ્ટેશન ખૂબ સુંદર આવેલ છે જે ભાગ્યે જ લોકોને ખબર હશે. ગુજરાતનાં આ હિલ સ્ટેશનમાં ફરવા જશો તો સાપુતારા અને આબુ જેવા હિલ સ્ટેશનને પણ ભૂલી જશો.

ગુજરાતનું હિલ સ્ટેશન

ચોમાસાની ઋતુમાં જ્યારે પણ ફરવા જવાની વાત આવે ત્યારે લોકોને સૌથી પહેલાં હિલ સ્ટેશન યાદ આવે છે. Gujarat Hill Stationની વાત થાય ત્યારે સૌથી પહેલા બે નામ આપણા મનમાં આવે એક તો સાપુતારા અને બીજું આબુ. પણ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે આ બંને હિલ સ્ટેશનોને ટક્કર મારે તેવું એક હિલ સ્ટેશન ગુજરાતના આહવા અને મહારાષ્ટ્રનાં નાસિક જીલ્લાની બોર્ડર પર આવેલું છે. જેનું નામ છે ‘ડોન’.

ટ્રેકિંગ માટે ઉત્તમ

1000 મીટરની ઊંચાઇએ આવેલ આ ડોન જગ્યા સાપુતારા કરતાં 100 મીટર વધારે ઊંચાઇ આવેલ છે. એમાં પણ પર્વતના ઢોળાવ અને ખડકોનો આકાર એવો છે કે ટ્રેકિંગ માટે શ્રેષ્ટ રહે છે. માટે જ જો તમને ટ્રેકિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો એક વખત આ ડોન જરૂર જોવા જેવું છે. હિલ સ્ટેશન તરીકે વિકાસ થઇ રહ્યો હોવાથી અહીં Paragliding Para Roiling Zorbing એટલે કે પારદર્શક ગોળામાં ગબડવાની મજા Ziplining એટલે કે ઊંચા દોરડા પર સરકવાનો રોમાંચ કંઇક અલગ જ હોય છે. પર્વતાળ વિસ્તારમાં રોમાંચક પ્રક્રિયા માટે અહીં કુબ સારી સગવડ મળી રહે છે.

ડોન હિલ સ્ટેશન

ડોનની વાત કરવામાં આવે તો આહવાથી ડોનગામ માટે 38 કિલોમીટર દૂર છે, જે સાપુતારાથી 17 મીટર ઊંચું અને 10 ગણો વધારે વિસ્તાર ધરાવે છે. સહ્યાદ્રી પર્વતમાળા ખુશનુમા ઊંચાઈ, હરિયાળા ઢોળાવો, નદી, ઝરણા વગેરે ધરાવે છે. એટલે જ પ્રકૃતિની મોજ માણવા માટે ડોન હિલ સ્ટેશન એક સારો વિકલ્પ છે. ડોનની ઊંચાઈ 1000 મીટર છે. સાથે જ ડોન હિલ સ્ટેશનને એક ઐતિહાસિક સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે અહી ભગવાન શિવ, સીતાજી, હનુમાનજીની દંતકથાઓ સંકળાયેલી છે.

કેવી રીતે પડ્યું આ નામ?

ડોન ગામના લોકો કહે છે કે એમણે તેમના વડીલો પાસેથી સાંભળ્યું હતું કે અહીં આવેલા અહલ્યા પર્વત પાસે ગુરૂ દ્રોણનો આશ્રમ હતો. રામાયણ કાળમાં રામ અને સીતા દ્રોણના આશ્રમના કારણે આ જગ્યા દ્રોણ તરીકે ઓળખાતી હતી. તે અંગ્રેજોના શાસન દરમિયાન બદલાઈને ‘ડોન’ એવું નામ તરીકે ઓળખાવા લાગી છે.

હનુમાનજી સાથે સંબંધ છે

અંજની પર્વત અને કુંડ પણ આવેલો છે, જેને હનુમાનજીનું જન્મસ્થળ તરીકે ઓળખવામાં આવે છે. અહી માતા અંજનીએ શિવજીની આરાધના કરી હતી, જેને કારણે અહી એક શિવલિંગ પણ ઉપસ્થિત છે. માત્ર એટલું જ નહીં અહી ભગવાન રામ અને માતા સીતાનાં પગલાં અને ડુંગરનાં નીચેના ભાગ પર પાંડવ ગુફા પણ આવેલી છે. અહી ચોમાસામાં અદ્ભુત પ્રકૃતિનું સૌંદર્ય ખીલી ઊઠે છે. ઝરણાં પર્વત પરથી વહીને નીચે ‘સ્વયંભૂ શિવલિંગ’ રૂપે પૂજાતા શિવલિંગ પર અભિષેક કરે છે. આ શિવમંદિરની પાસે હનુમાનજીનું મંદિર પણ આવેલું છે.

આદિવાસીનો વિસ્તાર

ડાંગ મુખત્વે આદિવાસી રહેણાંક ધરાવતો વિસ્તાર છે. અહી આદિવાસી સમુદાયની વસ્તી વધારે રહે છે એટલે કે તેમની રહેણીકહેણી, તેમના ઘર, તેમનું ભોજન જોઇને તમે કંઈક નવું જાણી શકો છો. અહીં આદિવાસી સમુદાયના 1700 જેટલા લોકો વસવાટ કરે છે. તેઓ એકબીજાની સાથે ડાંગ ભાષામાં વાત કરે છે જે કુકણાં બોલી તરીકે પણ ઓળખવામાં આવે છે. મહુડો, ખાખરા, સાગ, શાલ, શીસમ, ટીમરૂ, વાંસ અને કરંજ વગેરે જેવા વૃક્ષો મોટા પ્રમાણમાં જોવા મળે છે.

રહેવા માટેની સુવિધા

આદિવાસીઓના ઉત્સવ એ જુદી જુદી ડાંગી નૃત્યોની રમઝટ જોવા મળે છે. અહીં અલગ અલગ પ્રકારનાં ભોજન આપતી રેસ્ટોરંટની સગવડ થઇ ગઇ છે. તેમ છતાં તમને પસંદ આવે તો અહીંના આદિવાસી લોકોનું વિશિષ્ટ ભોજન નાગલીનો રોટલો અને વાંસના શાકની મઝા લઈ શકાય છે. અહીં રોકાણ માટે ગ્રામ પંચાયત તરફથી રૂમ અને ટેન્ટની વયવસ્થા ઉભી કરવામાં આવી છે. આ સગવડ નજીવા ચાર્જ ચૂકવીને મેળવી શકાય છે. એક વખત આ Gujarat Hill Stationમાં ડોન હિલ સ્ટેશનની મુલાકાત અવશ્ય લેજો.

હોમ પેજઅહીં ક્લિક કરો
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a comment