I-Khedut Portal 2023: આઇ-ખેડુત પોર્ટલની માહિતી શુ છે? અને ખેડુત મિત્રોએ કેવીરીતે રજીસ્ટર કરીને લાભ લેવા

ખેડુત મિત્રોને કયો લાભ કેવી રીતે લેવો, તેના વિશે એટલે કે, આપણે આઇ-ખેડુત પોર્ટલ વિશે ડિટેલમાં વાત કરીશું Useful Information About I-Khedut Portal and Khedut Yojana-2023-24

I Khedut Portal પોર્ટલ માં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું

Table of Contents

વિશ્વના વિકસિત દેશો ની સરકાર ઘણા વર્ષો થી Digitalization નો ઉપીયોગ કરી રહી છે, જેથી ઘણું સરકારી કામ સરળ બની જાય છે. હાલ 2019-20 પછી ભારત સરકારે અને ગુજરાત સરકારે પણ આ બાબતે પોતાનું ધ્યાન ખેંચ્યું છે અને ઘણી બધી સુવિધાઓ Online થાય તે માટે લોકો ને વિશ્વાસ આપ્યો છે.

I Khedut Portal પણ એવું જ એક પોર્ટલ છે જેમાં ખેડૂતો માટે ની સહાય અને અન્ય ઉપીયોગી માહિતી online પ્રદાન કરવામાં આવે છે. આ વેબસાઈટ ગુજરાત સરકાર દ્વારા ચાલવામાં આવે છે અને ગુજરાત ના ખેડૂતો યોજના અને સહાય માટે આ પોર્ટલ માં અરજી કરી શકાય છે. આવનારા વર્ષો માં હજી પણ ગુજરાત સરકાર દ્વારા આવા platform બનાવવામાં આવશે, જેથી લોકો સરળતા થી આવી યોજના નો લાભ લઇ શકે.

આઈ ખેડૂત પોર્ટલ અને યોજના વિષે ઉપયોગી માહિતી.

સરકારો અને સંસ્થાઓ નાગરિકોને મૈત્રીપૂર્ણ સરકારી સેવાઓ વિષે માહિતી પ્રદાન કરવા, સાથે સાથે આવી સેવાઓ નો લાભ પ્રદાન કરવા અને સાથે સાથે તેમની કિંમત ઘટાડવા માટે ડિજિટલાઇઝેશનને અપનાવી રહી છે. ત્યાં અસંખ્ય સફળતાની નિશાનીઓ તમારી સામે જ છે, પરંતુ ઘણા મોટા દેશો માં તેની નિષ્ફળતાઓ પણ ભરપૂર છે. એટલા માટે જ સફળ ડિજિટલાઇઝેશન અભિગમ નાગરિકો તરફથી જોવો જોઈએ.

આવી સેવાઓ નું અમલીકરણ એ પણ વ્યવહારુ હોવું જોઈએ કારણ કે જો લોકો અપનાવશે નહિ તો Digitalization કોઈ વિશેષ ફાયદો રહેશે નહિ. આવું કરવું પણ એક મહત્વપૂર્ણ વાત છે, કારણકે આપણા દેશ માં મોટા ભાગના ખેડૂતો વધુ ભણેલા નથી છતાં આવા પોર્ટલ નો ઉપીયોગ વધી રહ્યો છે. તેમ જ ગુજરાત સરકાર ને પણ આશા છે કે આવી Online service લોકો નું કામ જરૂર સરળ બનાવશે.

What is IKhedut Portal? આઈ ખેડૂત પોર્ટલ શું છે?

આપણા રાજ ગુજરાતે છેલ્લા દાયકામાં સરેરાશ 10% થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે, જે ખુબ જ સારી વાત છે. આવા ખેડૂતો માટે અવનવા કામ સાથે ગુજરાત રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલ છે. આવી જ ઉપીયોગી વિકાસ યાત્રામા ચાલુ વર્ષે એક નવીન સોપાનનો ઉમેરો થયો છે.

આપણા રાજય ગુજરાત ના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે જરૂરી માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી મોબાઈલ માં ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો જાણકરી અને લાભ ખેડૂતોને આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ ભાવો કોઈ પણ સમયે જાણી શકાય તે માટે ગુજરાત કૃષિ વિભાગ દ્વારા Ikhedut Portal ચાલુ કરવામાં આવેલ છે.

સામાન્ય વાત કરીએ તો આ એક ખેડૂત માટે બનાવવા આવેલું એક સરળ પોર્ટલ છે. જ્યાં ગુજરાત ના તમામ ખેડૂતો પોતાના ફોન માં ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી જરૂરી સૂચનાઓ મેળવી શકે છે, કલ્યાણકારી યોજનાઓની માહિતી મેળવી શકે છે, કૃષિ બજારો ના લાઈવ ભાવ જોઈ શકે છે અને કોઈ પણ યોજના નું ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરી શકે છે.

History of I-Khedut Portal? આઈ ખેડૂત પોર્ટલ નો ઇતિહાસ?

ગુજરાત સરકારે ખેડૂતો ને પૂરતો લાભ મળી રહે તે માટે આ પોર્ટલ શરૂ કર્યું હતું, આ પોર્ટલ શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ સીધો ખેડૂતો સુધી પહોંચવાનો છે. તમને ખબર જ હશે કે આજ ખેડૂતો I-khedut સાઈટનો ઉપયોગ કરીને કોઈપણ યોજના વિશે સરળતાથી માહિતી મેળવી શકે છે, જેથી કોઈપણ યોજનાની માં થયેલ ફેરફાર વિષે જાણવા માટે તેમને કોઈપણ સરકારી કચેરીમાં જવું પડતું નથી.

સાથે સાથે આ પોર્ટલ નો ઉપયોગ કરીને ખેડૂતો તેમના અરજી ફોર્મની સ્થિતિ ચકાસી શકે છે. આ સેવા દરેક ખેડૂતો ને તમામ સેવા વિનામૂલ્યે પૂરી પાડે છે. આઈ ખેડૂત પોર્ટલના મુખ્ય ફાયદાની વાત કરીએ તો તે લોકોના પૈસાની અને સમયની મુખ્ય પણે બચત કરે છે. આ પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા 2 વર્ષ સમયગાળા આસપાસ થી શરુ કરવામાં આવેલું છે અને ઘણા સુધારા પણ કરવામાં આવેલા છે.

ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો સાથે સીધો સંવાદ કરવાનો છે, જેથી તેઓ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ યોજનાઓથી સારી રીતે માહિતગાર થાય. જેથી હવે તેઓ તેનું અરજી ફોર્મ ભરીને યોજનાનો સીધો લાભ લઈ શકે. સત્તાવાર પોર્ટલમાં કેવી રીતે નોંધણી કરવી તે તમે આ પૂરો આર્ટિકલ જોઈ શકો છો અને એપ્લિકેશન સ્થિતિ પ્રક્રિયા પણ તપાસી શકો છો, વધુ વિગતો માટે નીચે સ્ક્રોલ કરો.

Gujarat I-khedut Portal Yojana List | ગુજરાત ઇ ખેડૂત પોર્ટલ યોજનાની યાદી

આઈ ખેડૂત પોર્ટલ માં તમને ખેતીવાડી ને લગતી 49 જેટલી, પશુપાલન ને લગતી 31 જેટલી, ખેતીવાડી ને લગતી 49 જેટલી, બાગાયતી ખેતીવાડી ને લગતી 127 જેટલી, મત્સ્ય પાલન ને લગતી 55 જેટલી અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ ની 1 યોજના જોવા મળશે.

અહીં ખેતી ને લગતી 49 જેટલી યોજનાઓ વિષે માહિતી આપવામાં આવી છે, જેનું લિસ્ટ તમને નીચે દેખાતું હશે. પણ અન્ય યોજનાઓ વિષે માહિતી માટે તમારે આ પોર્ટલ ની એક વાર મુલાકાત જરૂર લેવી પડશે, જ્યાં તમને બધી યોજના વિષે માહિતી ઊંડાણ પૂર્વક આપેલી છે.

NoGujarat Ikhedut Portal Yojana
1એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ
2કલ્ટીવેટર
3અન્ય ઓજાર/સાધન
4કમ્બાઇન્ડ હાર્વેસ્ટર
5ગ્રાઉન્ડનટ ડીગર
6પ્લાન્ટર (અન્ય પ્રકારના)
7પ્લાઉ (તમામ પ્રકારના)
8ટ્રેકટર
9પશુ સંચાલીત વાવણીયો
10ખેડૂતોને પાક મૂલ્યવૃઘ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
11તાડપત્રી
12પાક સંગ્રહ સ્ટ્રક્ચર
13ચાફ કટર (એજિન/ઈલે. મોટર ઓપરેટેડ)
14ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ)
15પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ
16પોસ્ટ હોલ ડીગર
17ફાર્મ મશીનરી બેંક – ૧૦ લાખ સુધીના
18પોસ્ટ હાર્વેસ્ટના સાધનો
19પાવર થ્વેસર
20ફાર્મ મશીનરી બેંક
21બેલર
22પોટેટો પ્લાન્ટર
23પાવર ટીલર
24ફાર્મ મશીનરી બેંક – રપ લાખ સુધીના
25પોટેટો ડીગર
26બ્રસ કટર
27માલ વાહક વાહન
28રોટરી પાવર ટીલર
29રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર
30લેન્ડ લેવલર
31વેનોવીંગ ફેન
32રીપર/બાઈન્ડર
33લેસર લેન્ડ લેવલર
34વાવણિયા /ઓટોમેટીક ફીલ
35રોટાવેટર
36શ્રેડર/ મોબાઇલ શ્રેડર
37સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ
38ફીલ હો
39હેરો
40સબસોઈલર
41પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત
42વોટર કેરીંગ પાઇપલાઈન
43હાઈ-ટેક, હાઈ પ્રોડકટીવ ઈકવીપ્મેન્ટ હબ – ૧૦૦ લાખ સુધીના
44ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર
45સ્માર્ટફોન ની ખરીદી પર સહાય
46પમ્પ સેટસ
47પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના
48સોલર લાઇટ ટ્રેપ

આ પોર્ટલ ની મુલાકાત લેવા તમને અહીં એક લિંક આપવામાં આવેલી છે, જ્યાં ક્લિક કરી તને તમે પોર્ટલ પર પોચી જશો. જ્યાં તમને આવી અવનવી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો ના હિત માં જાહેર કરવામાં આવેલ સબસીડી, યોજના વિષે માહિતી અને એપ્લિકેશન કરી શકો છો.

I-Khedut Portal 2023 ખેડૂત યોજના માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું?

કોઈ પણ ખેડૂત યોજના માં રજીસ્ટ્રેશન કરવા તમારે નીચે દર્શાવેલા થોડા પગલાં અનુસરવાના રહેશે. છતાં રજીસ્ટ્રેશન કરવામાં તમને કોઈ મુશ્કેલી અનુભવાય તો તમે નીચે કોમેન્ટ અથવા ઇમેઇલ કરી શકો છો, અમે ચોક્કસ થી તમારી મદદ કરીશું.

 1. નોંધણી કરવા ગુજરાત Ikhedut Portal સત્તાવાર સાઇટ પર જાઓ, અથવા ઉપર આપેલી લિંક પર ક્લિક કરશો તો તે સાઇટનું હોમપેજ ખુલશે.
 2. નોંધણી માટે, તમારે ખેડૂત યોજના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
 3. પછી, તમારી સ્ક્રીન પર આગળનું પેજ દેખાશે, જેમાં તમારે તે કોઈ પણ અનુરૂપ યોજના પસંદ કરવાની રહેશે જેના માટે તમે અરજી કરવા માંગો છો.
 4. ઇચ્છિત વિકલ્પ પર ક્લિક કર્યા પછી, સૂચના માટે નું એક પેજ દેખાશે, પેજના સૌથી નીચે તમે નોંધણી કરાવી છે કે નહીં તે પસંદ કરવા માટે નું એક વિકલ્પ દેખાશે.
 5. જો તમે હા વિકલ્પ પસંદ કરો છો, તો તમારે અરજદારનો આધાર નંબર અને નોંધાયેલ મોબાઈલ નંબર દાખલ કરવો પડશે, અને પછી તમારે OTP દાખલ કરવો પડશે,
 6. હવે વેરિફિકેશન નું પૃષ્ઠ ખુલશે.
 7. જો તમે નો વિકલ્પ પસંદ કરો છો, તો પછી નવા વિકલ્પ લાગુ કરો પર ક્લિક કરો, અને બધી વિગતો દાખલ કરવાનું શરૂ કરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
 8. કેપ્ચા દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
 9. તમારુ રજીસ્ટ્રેશન સફળ થયું હશે તો તમારા ફોન માં એક મેસેજ આવશે.

I-Khedut Gujarat Government ખેડૂત યોજના માં જરૂરી દસ્તાવેજો (Required Documents for Yojna)

કોઈ પણ નવી ગુજરાત સરકાર ની ખેડૂત સહાયક યોજના માં નીચે દર્શાવાયા પ્રમાણે થોડા દસ્તાવેજો ની તમારે જરૂર પડશે, જેથી આવી નકલો  તમારી પાસે રાખવી જરૂરી છે.


1. ઓળખ કાર્ડ વિગતો

2. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર

3. પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ

4. બેંક પાસબુકની નકલ

5. આધાર કાર્ડ નકલ

6. જમીન ના દસ્તાવેજો ની નકલ

7. અન્ય યોજના માં જરૂરી દસ્તાવેજો

ગુજરાત ઇ ખેડુત પોર્ટલમાં યોજના એપ્લિકેશન સ્થિતિ કેવી રીતે તપાસવી How to i-khedut Portal Application Status

ગુજરાત ઇખેડુત પોર્ટલ દ્વારા યોજના એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરવું હવે ખૂબ જ સરળ છે, કોઈ પણ ઉમેદવાર સાઇટની મુલાકાત લઈને તેના મોબાઇલ ફોન દ્વારા એપ્લિકેશનને આસાની થી ચકાસી શકે છે, નીચે તમને આ પ્રશ્ન બાબતે સરળ ગુજરાતી ભાષા માં માહિતી મળી જશે.

તમારે નીચે આપેલી લિંક પર ક્લિક કરવાનું રહેશે અને પછી નવું પૃષ્ઠ ખુલશે, જેમાં ડ્રોપ ડાઉન બોક્સમાંથી તમે જેમાં રજીસ્ટ્રેશન કરેલું છે તે યોજના પસંદ કરવાની રહેશે. હવે એપ્લિકેશન સ્થિતિનો પ્રકાર, એપ્લિકેશન નંબર અથવા રસીદ નંબર દાખલ કરો. પછી, હાલની સ્થિતિ તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે. તમને અહીં એક ફોટો દેખાતો હશે જેમાંથી તમે માર્ગદર્શન મેળવી શકો છો.

ખેડૂત સહાય યોજના 6000 (પીએમ કિસાન યોજના)

આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે, જેમાં દર વર્ષે ભારત ના તમામ ખેડૂતો ને વાર્ષિક 6000 રૂપિયા તેમના બેન્ક એકાઉન્ટ માં નાખવામાં આવશે. આ યોજના માં 6000રૂપિયા એક વર્ષ માં 3 હપ્તા મારફતે નાખવામાં આવશે, જેમાં તમને દર ચાર મહિના ના સમયગાળા માં 2000રૂપિયા નો એક હપ્તો મળશે.

ખેડૂત સ્માર્ટફોન યોજના

જે ખેડૂત પાસે સમાર્ટફોન નથી તેને આ યોજના અંતર્ગત તમામ ખેડૂતો ને વધુ માં વધુ 6000રૂપિયા સુધી ની સહાય કે સબસીડી આપવામાં આવશે. આ યોજના નો મુખ્ય હેતુ છે કે ગુજરાત ના તમામ ખેડૂતો સમાર્ટફોન નો ઉપીયોગ કરે અને આઈ ખેડૂત જેવા પોર્ટલ નો ઉપીયોગ કરતા શીખે.

હાલ ગુજરાત માં બધા ખેડૂતો વધુ ભણેલા નથી, છતાં તે સ્માર્ટફોન નો ઉપીયોગ કરી શકે છે. હવે ખેડૂતો પણ ડિજિટલાઇઝેશન તરફ એક પગલું આગળ વધારશે, તેના થી સરકાર પણ તેમની સાથે સીધો સંપર્ક કરી શકશે. જો તમારે પણ આ યોજના નો લાભ લેવો હોય તો તમારા ગ્રામ સેવક ને મળો અને વધુ માહિતી પ્રાપ્ત કરો.

Oઅન્ય ઉપયોગી માહિતી જે I-Khedut પોર્ટલમાં ઉપલબ્ધ છે

I Khedut Portalફક્ત યોજનાઓ વિષે જ માહિતી આપતી વેબસાઈટ નથી પરંતુ અહીં તમને ખેતીવાડી ને લગતી અન્ય ઘણી માહિતી પણ મળશે. મુખત્વે વાત કરીયે તો અહીં ખેતીવાડી ના સાધનો વેંચતા ડીલરો, ખેતી ધિરાણ સંસ્થાઓ, કૃષિ વિષયક માર્ગદર્શન, બજાર ભાવ, હવામાન, પ્રશ્નો, સરકારી ઠરાવ, ઈ સહકાર અને બધી કચેરીઓ ના સંપર્ક જેવી અન્ય ઘણી બધી ઉપીયોગી માહિતી પણ મળશે.

 ઇનપુટ ડીલરો વિશે માહિતી

જો તમે ખેતી ને રિલેટેડ કોઈપણ સાધનો ખરીદવા માગતા હોય તો તમે આ વેબસાઈટ પર એવા સાધનો વેંચતા ઑર્થોરિઝ ડીલરો વિષે માહિતી મેળવી શકો છો. અહીં તમારે તમારો જિલ્લો અને તાલુકો પસંદ કરવાનો રહેશે, જેથી તમને ચોક્કસ માહિતી જોવા મળશે.

ખેડૂત ધિરાણ આપનાર સંસ્થાઓ વિશે માહિતી

હાલમાં ખેડૂત અન્નદાતા છે પણ તેની હાલત ભારત માં કફોડી છે. જો કે ગુજરાત ની વાત કરીએ તો બીજા રાજ્યો કરતા ઘણી સારી છે અને અહીં જરૂરી બધી માહિતી અને સંસાધનો તમને મળી રહે છે. જો કોઈ ખેડૂત ને ધિરાણ વિષે માહિતી જોઈએ અને તેમને કોઈ બેન્ક વિષે તાપસ કરવી હોય તો તમે અહીં આસાની થી માહિતી મેળવી શકો છો.

કૃષિ વિષયક માર્ગદર્શન (Agricultural Guidance)

હાલ માં ખેતી માં પણ ઘણી ટેકનોલોજી જોવા મળશે અને વિશેષજ્ઞો દ્વારા જરૂરી માર્ગદર્શન ની પણ ખેડૂતો ને જરૂર પડે છે. તમને આ વિષયને લગતી માહિતી અહીં ગુજરાતી ભાષા માં જોવા મળશે, જેથી તમને આસાની થી સમજી અને તેનો અમલ કરી શકો. અહીં દર્શાવેલ માહિતી થી તમે તમારું પાક ઉત્પાદન વધારી શકો છો.

ખેતી ના ક્ષેત્રો સ્થાન આધારિત હોવાથી, GIS સોફ્ટવેર ચોક્કસ ખેતીની દ્રષ્ટિએ અતિ ઉપયોગી સાધન બની જાય છે. GISસોફ્ટવેરનો ઉપયોગ કરતી વખતે, ખેડૂતો વરસાદ, તાપમાન, પાકની ઉપજ, છોડની તંદુરસ્તી વગેરેમાં વર્તમાન અને ભાવિ ફેરફારોને જોવામાં સક્ષમ છે.

તે ખાતર અને જંતુનાશકના ઉપયોગને ઑપ્ટિમાઇઝ કરવા માટે સ્માર્ટ મશીનરી સાથે ઇન-લાઇન જીપીએસ આધારિત એપ્લિકેશનનો ઉપયોગ પણ સક્ષમ કરે છે. ખેડૂતોને સમગ્ર ક્ષેત્રની સારવાર કરવાની જરૂર નથી, પરંતુ માત્ર અમુક ક્ષેત્રો સાથે સુધારો કરવો, તેઓ નાણાં, પ્રયત્નો અને સમયનું સંરક્ષણ પ્રાપ્ત કરવામાં સક્ષમ થાય છે. આવી વસ્તુઓ તમે નવી ટેકનોલોજી સાથે કરી શકો છો.

GIS–આધારિત કૃષિનો બીજો મોટો ફાયદો એ છે કે પક્ષીઓની નજરથી વનસ્પતિ, જમીનની સ્થિતિ, હવામાન અને ભૂપ્રદેશ પરના મૂલ્યવાન ડેટા એકત્રિત કરવા માટે ઉપગ્રહો અને ડ્રોનનો ઉપયોગ થી સરળ બને છે. આવા ડેટા ખેડૂતો ને નિર્ણય લેવાની ચોકસાઈમાં નોંધપાત્ર સુધારો કરે છે.

આશાસ્પદ કૃષિ તકનીકો કૂદકે ને ભૂસકે ભવિષ્યમાં આગળ વધી રહી છે. તેઓ ખેડૂતોને ઈનપુટ્સને ઓપ્ટિમાઇઝ કરવા, ફાર્મ મેનેજમેન્ટને સરળ બનાવવા અને ઉત્પાદકતા વધારવાના તેમના પ્રયાસોમાં નોંધપાત્ર મદદ પ્રદાન કરે છે. ઉપજમાં વધારો, તેમજ જાળવણી ખર્ચમાં ઘટાડો, નફાના માર્જિનને વધારવામાં મદદ કરે છે. સ્માર્ટ સોલ્યુશન્સના સંદર્ભમાં, ચોકસાઇવાળી ખેતી આજના અને આવતીકાલના ખેડૂતો માટે ખેતીની તકનીકોની સ્વિસ આર્મી છરી ઓફર કરે છે.

લાઈવ કૃષિ બજાર ભાવ (Live agricultural market prices)

IKhedut પોર્ટલ માં તમને ગુજરાત ના વિવિધ બજારો ના પાક ના ભાવ વિષે માહિતી મેળવી શકો છો. આ પાક ના ભાવ નિયંત્રણ જેવી બાબતો પર અસર કરે છે અને ચોક્કસ રૂપે ખેડૂત ને પાક ના યોગ્ય ભાવ મેળવવામાં મદદ કરે છે. વેબસાઈટ માં ઉપ્પર ના ભાગ માં તમને આ લિંક પ્રાપ્ત થઇ જશે.

લાઈવ હવામાન વિશે માહિતી (Information about live weather)

હવામાન ખેતી પર પૂરતી અસર દર્શાવે છે અને તેના કારણે પાક ને ઘણી વાર નુકશાન પણ થાય છે. હાલ માં પ્રદુષણ ના વધારા ને કારણે વાતાવરણ અને હવામાન માં ગંભીર ફેરફારો જોવા મળે છે. આવા કારણો સર ખેડૂતો તેમની જમીન પ્રમાણે યોગ્ય ઉપજ નથી મેળવી શકતા.

I Khedut Mobile App

જો તમારે તમારા બ્રાઉઝર માં આ પોર્ટલ નો ઉપીયોગ ના કરવો હોય તો તમે Official Android Appપણ ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન માં તમને સરળ યુઝર ઇન્ટરફેસ જોવા મળશે અને સાથે સાથે તમને વેબસાઈટ ની સંપૂર્ણ માહિતી ત્યાં પણ જોવા મળશે.

Advantages of Gujarat Ikhedut Portal

 • ખેડૂતો સરળતાથી કોઈપણ યોજના માટે માહિતી મેળવી શકે છે, અરજી કરી શકે છે અને તેનો લાભ લઈ શકે છે.
 • તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન થઈ શકે છે, જેથી સમય અને પૈસા ની ઘણી રીતે બચત થશે.
 • online કાર્ય થી પેપરવર્ક અને રાહ જોવાનો સમય માં ઘટાડો થશે.
 • ખેડૂતો તેમના પાકના દરેક બજારો ના અદ્યતન દરો ચકાસી શકે છે.
 • ખેતી રિલેટેડ કોઈપણ સમયે માહિતી મેળવવા માટે ખુબ ઉપયોગી છે.
 • કોઈ પણ ખેડૂત ને ફરિયાદ હોય, તો તમે આ પોર્ટલ દ્રારા  તમારો પ્રતિભાવ પણ આપી શકો છો.
દરેક યોજના ની વિગત બાર માહિતી માટેજોડાઓ અહિ થી
નવી યોજનાઓ વિષે માહિતી માટે સરકારી યોજના
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a comment