ikhedut Portal : આઈ ખેડૂત પોર્ટલ પર સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજી શરૂ, જાણો પૂરી પ્રોસેસ

ikhedut Portal : ગુજરાત સરકારના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ikhedut Portal બનાવેલ છે. જેમાં વિવિધ યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવે છે. તાજેતરમાં બાગાયતી વિભાગની યોજનાઓ, પશુપાલન વિભાગની યોજના વગેરે બહાર પાડેલ હતી. પરંતુ ખેતીવાડી વિભાગ દ્વારા પ્રેસનોંધમાં માહિતી આપવમાં આવેલ છે. જે મુજબ તા-05/06/2023 સવારે 10.30 કલાકે નવીન યોજનાઓ ચાલુ થશે. જેના ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પરથી ભરી શકાશે.

ikhedut Portal

આર્ટિકલનું નામઆઈ ખેડૂત પોર્ટલ પર તા-05/06/2023 ના રોજ ખેતીવાડી ની યોજનાઓ 2023 ઓનલાઈન મૂકવામાં આવશે.
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
ખેતીવાડી વિભાગનો ઉદ્દેશ્યખેતી પાકનું વાવેતર વધારવાના તથા ખેડૂતનો ખર્ચ ઘટાવવા વિવિધ યોજનાઓ દ્વારા સહાય આપવાનો હેતુ છે.
કૃષિ, ખેડૂત કલ્યાણ અનેસહકાર વિભાગ ગુજરાતમાં સમાવેશ પેટા વિભાગખેતીવાડી વિભાગ
કઈ તારીખથી ખેતીવાડીની યોજનાઓ ઓનલાઈન મૂકાશે?તા-05/06/2023 ના સવારના 10.00 કલાકે
અરજી કરવાનો પ્રકારઓનલાઈન અરજી
સત્તાવાર વેબસાઇટhttps://ikhedut.gujarat.gov.in/

ગત વર્ષ કરતાં કયા‌ સુધારાઓ કરવામાં આવ્યા છે?

ગત વર્ષે અરજીઓ મેળવવા બાબતમાં સુધારો કરવામાં આવ્યો છે. આ વખતે લક્ષ્યાંકની 110% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઇ રાજયના ખેડુતોએ આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે. પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સબંધિત કચેરીએ મોકલવાના રહેશે. જેની નોંધ લેવા સૌ ખેડૂતમિત્રોને જણાવવામાં આવે છે.

કઈ-કઈ ખેતીવાડીની યોજનાઓ ચાલુ થશે?

 • ખેત ઓજારો સાધનો, ટ્રેક્ટર
 • પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)
 • માલ વાહક વાહન
 • ફાર્મ મશીનરી બેંક અને હાઇ-ટેક
 • હાઇ પ્રોડક્ટીવ ઇકવીપમેન્ટ હબ

IKHEDUT Subsidy 2023

 • ખેતરમા ગોડાઉન
 • ટ્રેકટર
 • રોટાવેટર
 • કલ્ટીવેટર
 • પ્લાઉ
 • લેન્ડ લેવલર (સુપડી)
 • ડીસ હેરો
 • રીઝર
 • ચાફકટર
 • રીપર (ડાંગર કાપવાનુ સાધન)
 • રીપર કમ બાઇન્ડર
 • લેસર લેન્ડ લેવલર
 • પાવર વીડર
 • પાવર ટીલર
 • પોસ્ટ હોલ ડીગર
 • બ્રશ કટર
 • વિનોવિંગ ફેન

ડોકયુમેન્ટ લીસ્ટ

 1. 8 – અ ની નકલ
 2. બેન્ક પાસબુકની નકલ
 3. આધાર કાર્ડ
 4. જાતિનો દાખલો

ઓનલાઇન અરજી

 • ગ્રામ પંચાયત VCE
 • CSC સેન્ટર
 • સાયબર કાફે
 • મોબાઇલ કે કમ્પ્યુટર પરથી ખેડૂત જાતે પણ ઓનલાઇન અરજી કરી શકસે.

અંબાલાલ પટેલની આગાહી : 7 થી 11 જૂન વચ્ચે મેઘરાજા ગુજરાતને ઘમરોળશે, વાવાઝોડા સાથે અતિભારે વરસાદની આગાહી

Armers Transformer Subsidy : તમારા ખેતરમાં ડીપી છે, દરેક ખેડૂતને મળી સકે છે દર મહિને 5 થી 10 હજાર રૂપિયા

Jio 5G Vs Airtel 5G – સ્પીડ, ઑફર્સ, કિંમતો, પ્લાન અને કઈ કંપની વધુ સારી છે

મફત પ્લોટ યોજના ગુજરાત 2023 | મફત પ્લોટ યોજના ફોર્મ

ઓનલાઇન અરજી પ્રોસેસ

 • ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ Ikhedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા માટે સતાવાર વેબસાઇટ ikhedut.gujarat.gov.in ઓપન કરો.
 • તેમા ખેતીવાડી વિભાગની યોજનાઓ માટે ઉપલબ્ધ વીવીધ ઘટકોનુ લીસ્ટ દેખાશે.
 • આ વીવીધ ઘટકો પૈકી તમે જે ઘટક માટે ઓનલાઇન અરજી કરવા માંગતા હોય તેની બધી શરતો અને માહિતી કાળજીપૂર્વક વાંચી લો.
 • ત્યારબાદ તેની સામે આપેલ ઓનલાઇન અરજી કરો ઓપ્શન પર જાઓ.
 • તેમા સૌ પ્રથમ તમારી જરૂરી વિગતો જેવી કે નામ,સરનામુ, મોબાઇલ નંબર જેવી જરૂરી વિગતો સબમીટ કરો.
 • આગળના ઓપ્શનમા તમારી ખાતેદાર ખેડૂત તરીકેની વિગતો નાખવાની રહેશે.
 • છેલ્લી તમારી આખી અરજી ધ્યાનપૂર્વક વાંચી તેને ફાઇનલ સબમીશન આપો.
 • હવે આ અરજીની પ્રીંટ કાઢી લો.
 • અને જરૂરી ડોકયુમેન્ટ સાથે તમારા જિલ્લાના ખેતીવાડી વિભાગની ઓફીસે જમા કરાવી દો.

અરજી કરવા માટેની લીંક

Ikhedut Online Apply અહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો

FAQs

ખેતીવાડી વિભાગ ક્યા વિભાગ હેઠળ આવે છે?

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ,ગાંધીનગર હેઠળ ખેતીવાડી વિભાગ કાર્યરત છે.

Khetiwadi Yojana ની લાભ લેવા માટે કઈ અધિકૃત વેબસાઈટ છે?

Khetivadi Yojana નો લાભ લેવા માટે ખેડૂતોઓએ https://ikhedut.gujarat.gov.in/ નામની વેબસાઇટની મુલાકાત લેવાનું રહેશે.

સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a comment