મફત પ્લોટ યોજના ગુજરાત 2023 | મફત પ્લોટ યોજનાનું અરજી ફોર્મ

મફત પ્લોટ યોજના ગુજરાત 2023 : ગુજરાત ના ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની શરૂઆત 1972 થી થઇ છે. ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાને આવરી લેવામાં આવે છે. આજે આપણે આ પોસ્ટ માં  મફત પ્લોટ યોજના ફોર્મ 2023 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

  • મફત પ્લોટ યોજના 2023
  • મફત પ્લોટ યોજના ફોર્મ
  • મફત પ્લોટ યોજના ગુજરાત
  • મફત પ્લોટ યોજના ડોક્યુમેન્ટની યાદી
  • મફત પ્લોટ યોજના અરજી પ્રક્રિયા

મફત પ્લોટ યોજના ગુજરાત 2023

યોજનાનું નામમફત પ્લોટ યોજના ફોર્મ 2023
યોજના વિભાગપંચાયત વિભાગ ગુજરાત
લાભ કોને મળશે?ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને
લાભાર્થી રાજ્યગુજરાત
પરિપત્ર પ્રકાશિત તારીખ31/01/2023
અરજી પ્રકારઓફલાઈન
સત્તાવાર વેબ સાઈટpanchayat.gujarat.gov.in

ઘરવિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજનાનો ગુજરાતમાં છૂટક છૂટક અમલ થતો છે. પાંચ વર્ષ પૂર્વે 1 લી મે 2017 ના રોજ ગુજરાત સ્થાપના દિવસે આ યોજનામાં સુધારો કર્યો છે. પંચાયત અને ગ્રામ નિર્માણ વિભાગે ગામડાઓમાં વસતા ઘરવિહોણા કુટુંબોને મહત્તમ 100 ચોરસ વાર પરંતુ, 50 ચોરસ વારથી ઓછા ક્ષેત્રફળનો નહી એમ ઘરથાળનો મફત પ્લોટ આપવા પ્રસિદ્ધ કરેલ સુધાર ઠરાવમાં ગ્રામસભા બહોળો પ્રચાર કરવા કહેવાયુ છે . આ યોજના નીચે વિના મૂલ્યે ઘરથાળના પ્લોટ માટે આવતી અરજીઓના નિકાલ અને વિલંબ નિવારવા માટે સમિતિઓની રચના કરવામાં આવી છે. જે પૈકી લેન્ડ કમિટીને દર મહીનાના પહેલા ફાળવણીની અરજીઓને નિકાલ કરવા કહેવાયું છે.

વિકાસ કમિશ્નરે  DDO ને કરેલા આદેશપત્રની સાથે અરજી કરવાનું ફોર્મ, તેનો નમૂનો, તલાટીનું પ્રમાણપત્ર તેમજ અરજદારના બાંહેધરી પત્રના નમૂના પણ મોકલ્યા છે. જેથી ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ઘરવિહોણા પરિવારો પાસેથી મફત પ્લોટ ફાળવણીની અરજીઓ એકત્ર કરીને તેનો નિકાલ કરી શકાય.

મફત પ્લોટ યોજના ફોર્મ 2023

મફત પ્લોટ યોજના ગુજરાત 2023 

ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ઘર વિહોણા BPL યાદીમાં નોંધાયેલ મજુરો તેમજ કારીગરોને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે આ યોજના અમલમાં છે. અત્યાર સુધી આ યોજનાનો લાખો લાભાર્થીએ લાભ લીધેલો છે. રાજ્ય સરકારનો પ્રયત્ન છે કે તમામ ગરીબ લોકોને આ યોજનાનો લાભ વધુમાં વધુ મળી રહે એ માટે તા. 01-05-2017નાં રોજ નવો ઠરાવ કરીને ગુજરાત મફત પ્લોટ યોજના ના નિયમોમાં ઘણા સુધારા કાર્ય છે.

100 ચોરસ વાર મફત પ્લોટ યોજના

રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા 1972થી આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ગામડામાં જે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી એમને પોતાનું ઘર મળી રહે એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. મફત પ્લોટ ગુજરાત યોજનાનો લાભ વધારેમાં વધારે ગરીબ લોકોને મળે એ માટે પંચાયત વિભાગ દ્વારા કેટલાક સુધારા કરીને તા. 01-05-2017નાં રોજ નવો ઠરાવ ભાર પડ્યો છે.

આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે અને તેનો મુખ્ય હેતું :

  • જેમની પાસે પ્લોટ નથી.
  • અરજદાર પાસે કોઈપણ પ્રકારની જમીન હોવી જોઈએ નહીં. આમાં તમારું ઘર પણ સામેલ હશે.
  • અરજદાર ગ્રામીણ કારીગર અથવા મજૂર હોવો જોઈએ.
  • લાભાર્થી પુખ્તવાયનો હોવો જોઈએ. એટલે કે અરજદાર સગીર ન હોવો જોઈએ.
  • જેઓ ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક-આર્થિક અને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી-2011 માંથી લાયક કુટુંબ અથવા રાજ્ય અથવા કેન્દ્ર સાથે આવે છે તેઓ સરકારી આવાસ નિર્માણ સહાય માટે લાયકાત ધરાવે છે.
  • જેઓ પુખ્ત હોવા જોઈએ.
  • રાજ્યમાં ક્યાંય પતિ કે પત્નીના નામે કોઈ પ્લોટ કે મકાન ન હોવું જોઈએ.
  • જેઓ ઓછામાં ઓછા એક વર્ષથી ગામમાં રહેતા હોવા જોઈએ.
  • જેના નામે ખેતીની જમીન ન હોવી જોઈએ અથવા સંયુક્ત નામે અને પિતાના નામે અને તે જમીનમાં અરજદારના કિસ્સામાં, પિયત જમીનના કિસ્સામાં તે અડધા હેક્ટરથી વધુ ન હોવી જોઈએ અને બિન પિયત જમીનના કિસ્સામાં તે એક હેક્ટરથી વધુ ન હોવી જોઈએ.

મફત પ્લોટ યોજના ડોક્યુમેન્ટ યાદીનું લિસ્ટ

આ યોજનાનો લાભ લેવા માટે નીચે જણાવેલ ડોક્યુમેન્ટ / પુરાવા જરૂરી છે.

  1. અરજી ફોર્મ
  2. અરજદારનું આધાર કાર્ડ
  3. રેશન કાર્ડ ની નકલ
  4. SECCના નામની વિગત
  5. ખેતીની જમીનનો દાખલો (જમીન નથી તેની વિગત)
  6. પ્લોટ / મકાનની વિગત દર્શાવતો દાખલો
  7. અરજદારની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  8. વાર્ષિક આવકનું પ્રમાણપત્ર મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવાનું રહેશે.

મફત પ્લોટ ગુજરાત યોજના અરજી પ્રક્રિયા

આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ ઓફલાઈન અરજી કરવી પડશે. અરજી કરવા માટે પંચાયતમાંથી ફોર્મ મેળવી તેમાં માંગેલી તમામ માહિતી સાચી ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ જોડી તલાટી શ્રીના સહી અને સિક્કા કરાવવા રહેશે.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર પરિપત્રઅહીં ક્લિક કરો
ફોર્મ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a comment