આયુષ્યમાન કાર્ડ ધારકો ને મળશે 10 લાખ સુધીનો લાભ, નોધી લો આ તારીખ | PMJAY

PMJAY : આયુષ્યમાન કાર્ડ ધારકો ને મળશે 10 લાખ સુધીનો લાભ : રાજ્યમાં લોકોની આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ કરી દેવામાં આવી છે. હાલમાં દરેક પરિવારના સભ્યને 5 લાખ સુધીનો સારવાર સહિતનો ખર્ચ કરી શકે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJ) અંતર્ગત નિ:શુલ્ક સારવાર માટે આયુષ્માન કાર્ડ હેઠળ અત્યાર સુધી આરોગ્ય વીમાની રકમનો અત્યારે પાંચ લાખ રૂપિયાનો લાભ મળે છે. આ લાભ 12મી જુલાઇથી ડબલ એટલે કે, 10 લાખ રૂપિયા સુધીનો મળશે. આ માહીતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવતા કહ્યુ કે, આ અંગેનો ઠરાવ તૈયાર છે. 12મી જુલાઇથી ગુજરાતના નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીની સારવાર આયુષ્માન કાર્ડ હેઠળ નિયત હોસ્પિટલોમાં નિ:શુલ્ક ઉપલબ્ધ થશે.

PMJAY | આયુષ્યમાન કાર્ડ ધારકો ને મળશે 10 લાખ સુધીનો લાભ વિગત

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું કે, પાંચ લાખ રૂપિયા સુધીની સારવારમાં એક લાખ રૂપિયા સરકાર આપતી હતી અને એક લાખથી વધુ અને પાંચ લાખ રૂપિયા સુધીની રકમ વીમા કંપની આપતી હતી. તે મુદ્દાનો ઉકેલ આવી જતા હવે 10 લાખ રૂપિયા સુધીની વીમાની રકમનો લાભ મળતો થશે. આ અંગેનો ઠરાવ તૈયાર કરી લેવામાં આવ્યો છે.

વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે કાર્ડમાં વીમાની રકમ 10 લાખ રૂપિયા કરાશે તેવી જાહેરાત કરી દીધી હતી. જે વિધાનસભા સત્રમાં પણ ફરીથી જણાવવામાં આવ્યુ હતુ. જેનો અમલ 12મી જુલાઇથી કરવામાં આવશે.

10 લાખ સુધીનો લાભ

આયુષ્માન યોજના દર્દીઓ માટે ઉપયોગી સાબિત થઇ છે. 2018થી 2022 સુધી કુલ 1.67 કરોડ લોકોએ કાર્ડ કઢાવીના આરોગ્ય વીમા કવચનો લાભ લીધો છે. રાજ્યમાં 1.8 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ જારી કરાયેલા છે. 1975 સરકારી અને 853 ખાનગી મળી 2827 હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ સર્જરી સુધીની સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ છે.

આપને જણાવીએ કે, MJAY ની કોઈ ખાસ આયુષ્માન ભારત નોંધણી પ્રક્રિયા નથી. PMJAY SECC 2011 (સામાજિક આર્થિક અને જાતિ વસ્તી ગણતરી) દ્વારા ઓળખાયેલા તમામ લાભાર્થીઓને લાગુ પડે છે અને જેઓ પહેલાથી RSBY અને અમૃતમ યોજનાનો ભાગ છે. જોકે, તમે PMJAY ના લાભાર્થી બનવા માટે પાત્ર છો કે કેમ અને આયુષ્માન ભારત યોજના માં તમારું નામ છે કે નહિ તે આવી રીતે ચેક કરી શકો છો. અને આયુષ્માન ભારત યોજના લિસ્ટ પણ ચેક કરી શકો છો.

PMJAY માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?

  • પહેલા Mera PMJAY પોર્ટલની મુલાકાત લો https://mera.pmjay.gov.in/search/login કરો. જે બાદ તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને ‘OTP જનરેટ કરો’ પર ક્લિક કરો.
  • આ બાદ તમારું રાજ્ય પસંદ કરો અને નામ/HHD નંબર/રેશન કાર્ડ નંબર/મોબાઈલ નંબર દ્વારા શોધો. જે બાદ તમે ચકાસી શકો છો કે તમારું કુટુંબ PMJAY હેઠળ આવરી લેવામાં આવ્યું છે કે કેમ.
  • આ બાદ તમને 24 અંક નો HHID નંબર જોવા મળશે. જે તમારે સાચવી ને રાખવો. આયુષ્માન કાર્ડ કઢાવતી વખતે જરૂર પડશે. વૈકલ્પિક રીતે, તમે PMJAY માટે લાયક છો કે નહીં તે જાણવા માટે, તમે કોઈપણ હોસ્પિટલ નો સંપર્ક કરી શકો છો જે પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ચાલતી હોય અથવા આયુષ્માન ભારત યોજના કોલ સેન્ટર નંબર: 14555 અથવા 1800-111-565 પર ડાયલ કરી શકો છો.

જે HHID તમને મળ્યો એ લઈ ને તમે નજીક ની હોસ્પિટલ માં જઈ ને આયુષમાન કાર્ડ બનાવી શકો છે અથવા નજીક નું CSC સેન્ટર પર જઈ ને પણ આયુષ્માન ભારત કાર્ડ બનાવી શકો છો.

આ માહિતી પણ વાંચો

PMJAY માટે અરજી કરવાઅહી ક્લિક કરો
અન્ય યોજનાઓ માટેઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

PMJAY માટે અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ કઈ છે?

PMJAY માટે અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ https://mera.pmjay.gov.in/search/login છે.

PMJAY યોજના કોલ સેન્ટર નંબર ક્યો છે?

PMJAY યોજના કોલ સેન્ટર નંબર 1800-111-565 છે.

આયુષ્યમાન કાર્ડ ધારકોને કેટલા રૂપિયા સુધીનો લાભ મળવાપાત્ર છે?

આયુષ્યમાન કાર્ડ ધારકોને 10 લાખ સુધીનો લાભ મળવાપાત્ર છે.

સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a comment