આ કંપની આપશે 1 શેરના બદલામાં 5 શેર, તરત જ ખરીદી લો આ શેર | Share market news

Share market news : શેર માર્કેટ સમાચાર : એક મલ્ટીબેગર કંપની જેની નામ “સ્મોલ કેપ કંપની” AKI છે જેણે પોતાના રોકાણકારોને ઓછા સમયમાં વધુ નફાનુ વળતર આપ્યું છે. હવે આ કંપની દ્વારા તેના રોકાણકારો માટે સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરવામાં આવી છે.

શેર માર્કેટ સમાચાર | Share market news

સ્મોલ કેપ કંપની AKI ઈન્ડિયા એક મલ્ટીબેગર શેર છે, જેણે ઓછા સમયમાં જ તેના રોકાણકારોને શાનદાર વળતર આપ્યું છે. હવે કંપનીએ તેના શેરધારકો માટે સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે. ગત શુક્રવારે કંપનીના શેરોમાં 0.70 ટકાની તેજી જોવા મળી છે. અને આ શેર 112.75 રૂપિયાના ભાવ પર બંધ થયા છે. કંપનીની માર્કેટ કેપ 147.98 કરોડ રૂપિયા છે. આ શેરની 52 સપ્તાહની ઊંચાઈ 122.20 રૂપિયા અને નીચી સપાટી 23.84 રૂપિયા છે. કંપની લેધર પ્રોડક્ટ્સ ડિઝાઈન કરે છે અને બનાવે છે.

સ્ટોક સ્પ્લિટની વિગતો- AKI Indiaએ તેના શેરધારકો માટે 1:5ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે. કંપનીએ બજારમાં લિક્વિડિટી વધારવા માટે આ નિર્ણય લીધો છે. આ સ્પ્લિટ માટે 22 જૂન 2023ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. એકેઆઈ ઈન્ડિયાએ સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં કહ્યું કે, આ હેઠળ 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા પ્રત્યેક ઈક્વિટી શેરને 2 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 4 ઈક્વિટી શેરોમાં વહેંચવામાં આવશે.

માર્ચ ક્વાટરમાં કેવા રહ્યા પરિણામો- માર્ચ 2023 ક્વાટરમાં કંપનીની ચોખ્ખી આવક 15.03 કરોડ રૂપિયા રહ્યો, જ્યારે માર્ચ ક્વાટરમાં આ આંકડો 20.37 કરોડ રૂપિયા હતો. 2022ની આ ક્વાટર દરમિયાન કંપનીનો શુદ્ધ ખર્ચ 14.88 કરોડ રૂપિયાના પ્રમાણમાં 14.15 કરોડ રૂપિયા થઈ ગયો છે.

માર્કેટ ભાવમાં શું ફેરફાર થયા?

એકેઆઈ ઈન્ડિયાએ કહ્યું કે, Q4FY22 દરમિયાન 3.38 કરોડ રૂપિયાની તુલનામાં Q4FY23 દરમિયાન તેનો ચોખ્ખો નફો 0.23 કરોડ રૂપિયા થઈ ગયો. FY22ના આ જ ક્વાટરમાં 5.48 કરોડ રૂપિયાની તુલનામાં Q4FY23 દરમિયાન તેનો EBIT 0.87 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો.

કેવું રહ્યું શેરોનું પ્રદર્શન- ગત એક મહિનામાં કંપનીના શેરોમાં 7 ટકાની તેજી જોવા મળી છે. જ્યારે, ગત 6 મહિનામાં તેણે 12 ટકાનું વળતર આપ્યું છે. ગત એક વર્ષમાં કંપનીના શેરોમાં 171 ટકા તેજી આવી છે. આટલું જ નહી, ગત ત્રણ વર્ષમાં તેના શેરે 1200 ટકાનો બમ્પર નફો કરાવ્યો છે.

શેર બજાર સમાચાર માટેઅહી ક્લિક કરો
અન્ય સમાચારો માટેઅહી ક્લિક કરો

GPSSB Talati Result 2023 : ગુજરાત તલાટી પરિણામ જાહેર, જાણો તમારુ રીઝલ્ટ

સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a comment