શ્રમિક અન્નપુર્ણા યોજના 2023 | Shramik Annapurna Yojana

Shramik Annapurna Yojana | શ્રમિક અન્નપુર્ણા યોજના : રાજ્યમાં વિવિધ જિલ્લામાં વસવાટ કરતા બાંધકામ શ્રમિકો તેના જિલ્લા માં ધંધો અને વ્યવસાય ના હોવા કારણે મોટા શહેરો માં કામકાજ માટે આવતા હોય છે. નબળી આર્થિક પરિસ્થિતિ અને સમય ના અભાવ ના કારણે તેમને પોષણયુક્ત આહાર મળતો નથી. બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત દ્વારા શ્રમિક અન્નપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી જેમાં શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત માત્ર રૂ 5/- માં શ્રમિક તથા તેના પરિવારને પોષ્ટિક ભોજન આપવામાં આવે.

તેથી આર્ટીકલ છેલ્લે સુધી વાંચવા વિંનતી, આ લેખ માં શ્રમિક અન્નપુર્ણા યોજના શું છે? મળવાપાત્ર સહાય, જરૂરી ડોક્યુમેન્ટ, સહાય માટે અરજી કેવી રીતે કરવી વગેરે ની સંપૂર્ણ માહિતી જાણવા મળશે.

શ્રમિક અન્નપુર્ણા યોજના | Shramik Annapurna Yojana

યોજના નું નામશ્રમિક અન્નપુર્ણા યોજના
વિભાગબાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત
લાભાર્થીગુજરાત ના બાંધકામ શ્રમિકો
મળવાપાત્ર સહાયમાત્ર રૂ 5/- માં પોષ્ટિક ભોજન
સતાવાર વેબસાઇટhttps://bocwwb.gujarat.gov.in

શ્રમિક અન્નપુર્ણા યોજના શું છે?

શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત માત્ર રૂ 5/- માં શ્રમિક તથા તેના પરિવારને પોષ્ટિક ભોજન આપવામાં આવશે. જેથી તેઓ તંદુરસ્ત રહી શકે તેના માટે બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત દ્વારા શ્રમિક અન્નપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી.

યોજનાનું અમલીકરણ :

આ યોજનાનો પ્રાયોગિક ધોરણે તા.૧૪/૬/૨૦૧૭ થી અમલ કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૨-૨૩ માં માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત શ્રમિક ફાળાની રકમ માં ધટાડો કરીને રૂ.૧૦/-માંથી રૂ.૫/- કરવા આવેલ છે.

અન્નપૂર્ણા યોજના માં આપવામાં આવતું ભોજન :

શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત માત્ર રૂ ૫/- માં શ્રમિક તથા તેના પરિવારને પોષ્ટિક ભોજન આપવામાં આવશે જેમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણુ, મરચા અને ગોળનો સમાવેશ થાય છે. વધુમાં સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ સમાવેશ થાય છે.

અન્નપૂર્ણા યોજના માટે ભોજન કેવી રીતે મેળવવું?

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઇ-નિર્માણ પોર્ટલમાં નોંધાયેલ શ્રમિકોને આ યોજનાનો લાભ અપાય છે. 

Shramik Annapurna Yojana નો લાભ લેવા માટે બાંધકામ શ્રમિકે પોતાનું ઈ-નિર્માણ કાર્ડ લઇ, યોજનાના ભોજન વિતરણ કેન્દ્ર પર જવાનું થાય છે. કાર્ડમાં દર્શાવેલ ઈ-નિર્માણ નંબર અથવા ક્યુ.આર. કોડ સ્કેન કરાવી ભોજન વિતરણ કેન્દ્ર પરથી શ્રમિકને રૂ. ૫ /- માં ટોકન આપવામાં આવે છે. ત્યાં શ્રમિકને પોતાના ટીફીનમાં અથવા જમવા માટે ભોજન આપવામાં આવે છે. બાંધકામ શ્રમિકને એક ઈ-નિર્માણ કાર્ડ મારફત પોતાના પુરા પરિવાર માટે એક સમયનું ભોજન મળવા પાત્ર છે.

જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોઈ તેઓના માટે બુથ પર જ બાંધકામ શ્રમીકની હંગામી નોંધણી થાય છે અને ૧૫ દિવસ સુધી ભોજન મેળવી શકે છે. ઈ-નિર્માણ કાર્ડ ઈશ્યુ થયેથી તે કાર્ડના આધારે શ્રમિક ભોજન મેળવી શકે છે. 

શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત અમદાવાદ -૪૭, ગાંધીનગર -૪ ,વડોદરા -૧૨ સુરત- ૧૮, નવસારી-૩ વલસાડ-૬ રાજકોટ-૯, મહેસાણા -૭ અને પાટણ -૮ એમ કુલ ૧૧૪ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત થયેલ છે. 

મહત્વપૂર્ણ લિંક્સ

સતાવર વેબસાઇટઅહીં ક્લિક કરો
અરજી ફોર્મડાઉનલોડ કરો 
હોમ પેજઅહીં ક્લિક કરો
Helpline number079-25502271
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a comment