Business : નોકરીની સાથે સાઈડ ઈનકમ શરૂ કરો, મહિને આરામથી 45,000 રૂપિયાની કમાણી થઈ જશે

નોકરીની સાથે સાઈડ ઈનકમ શરૂ કરો : Business : ઘણા લોકો પોતાની કમાણી વધારવા માંગે છે. તેઓ નોકરીની સાથે જ કોઈને કોઈ બિઝનેસ શરૂ કરી દે છે. જો તમે પણ આ સમયે કમાણી વધારવા માટે કોઈ બિઝનેસ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હોવ, તો આજે અમે તમને એક એવા ખાસ બિઝનેસ વિશે જણાવીશું. જેના દ્વારા તમે દર મહિને લગભગ 40,000થી 45,000 સુધી કમાણી કરી શકો છો. ખાસ વાત તો એ છે કે, આ પ્રોડક્ટની માંગ બધા જ ઘરોમાં હોય છે. અમે વાત કરી રહ્યા છીએ બિસ્કિટ બનાવવાના બિઝનેસ વિશે. તમે બેકરી પ્રોડક્ટ બનાવીને પણ મોટી કમાણી કરી શકો છો.

નોકરીની સાથે સાઈડ ઈનકમ શરૂ કરો

બાળકોથી લઈને મોટા યુવાનો સુધી દરેક બિસ્કિટ ખાવાનું પસંદ કરે છે. સમયની સાથે-સાથે દેશના બજારોમાં તેની માંગ સતત વધી રહી છે. એવામાં બિસ્કિટ બનાવવાનો બિઝનેસ તમારા માટે એક નફાકારક સોદો સાબિત થઈ શકે છે. તેને તમે ઘરેથી પણ સરળતાથી શરૂ કરી શકો છો.

 કેન્દ્ર સરકારની મુદ્રા સ્કીમ હેઠળ તમે આ બિઝનેસને શરૂ કરી શકો છો. રૂપિયાની વાત કરીએ તો તેને શરૂ કરવા માટે માત્ર 1 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. કુલ ખર્ચના 80 ટકા ફંડ સરકાર આપશે. પ્રોજેક્ટને લગાવવા માટે 5.36 લાખ રૂપિયા ખર્ચ થશે. આમાં માત્ર 1 લાખ રૂપિયા લગાવવા પડશે. બાકી મુદ્રા સ્કીમ હેઠળ સિલેક્શન થાય છે તો બેંક ટર્મ લોન 2.87 લાખ રૂપિયા અને વર્કિંગ કેપિટલ લોન 1.49 લાખ રૂપિયા મળી જશે. પ્રોજેક્ટ હેઠળ 500 વર્ગફુટ સુધી જગ્યા હોવી જરૂરી છે. જો નથી તો તેને ભાડા પર લઈને પ્રોજેક્ટ ફાઈલની સથે બતાવવું પડશે.

તેના માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ કોઈ પણ બેંકમાં અરજી કરી શકો છો. તેના માટે તમારે એક ફોર્મ ભરવું પડશે. જેમાં નામ, સરનામું, બિઝનેસ એડ્રેસ, લાયકાત, વર્તમાન આવક અને કેટલી લોન જોઈએ તેની તમામ જાણકારી આપવી પડશે. આમાં કોઈ પણ પ્રકારની પ્રોસેસિંગ ફી કે ગેરન્ટી ફી આપવી પડતી નથી. લોનની રકમ 5 વર્ષમાં પરત કરી શકાય છે.

આ માટે સરકારે પોતે એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે. સરકારે જે બિઝનેસનું સ્ટ્રક્ચરિંગ કર્યું છે. તે હિસાબથી તમારે બધા ખર્ચ હટાવ્યા બાદ દર મહિને 40થી 45 હજાર રૂપિયાનો નફો થઈ શકે છે.

મહત્વપૂર્ણ લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a comment