પશુ સહાય યોજના: નાના પશુપાલકો માટે કેટલ શેડ, ગમાણ, પાણીની ટાંકી તથા ડોલ માટે સહાય યોજના થકી બે પશુઓ માટે ₹ 18,000 ની સહાય મળશે. આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબ પશુપાલકો માટે પોતાના પશુ બાંધવા અને રક્ષણ પૂરું પાડવાની સુવિધા આપવાનો છે.
બે પશુઓ માટેની આ યોજના હેઠળ કેટલી સહાય મળશે? તથા આ યોજના માટે કઈ રીતે અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલમાં આપેલ છે.
બે પશુઓ માટે કેટલ શેડ, ગમાણ, પાણીની ટાંકી તથા ડોલ માટે સહાય યોજના
આઈ ખેડૂત પોર્ટલ પર શરૂ થયેલ આ યોજના હેઠળ ગરીબ પશુપાલકોને પોતાના પશુઓને રક્ષણ આપવા માટેની વ્યવસ્થા કરવા સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ પશુપાલકને બે પશુઓ માટે કેટલ શેડ, ગમાણ, પાણીની ટાંકી તથા ડોલ માટે સહાય આપવામાં આવે છે.
બે પશુઓ માટે સહાય યોજનાનો લાભ કોણ લઈ શકે?
ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના ખેડૂતો તથા પશુપાલકો આ યોજનાનો લાભ લઇ શકે છે.
પશુપાલક પાસે આ યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલી સગવડ હોવી જોઈએ:
- પશુપાલક પાસે ઓછામાં ઓછા બે પશુઓ હોવા જોઈએ.
- પોતાની માલિકીની જમીન હોવી જોઈએ.
- પાણીની વ્યવસ્થા હોવી જોઈએ.
બે પશુઓ માટે કેટલ શેડ, ગમાણ, પાણીની ટાંકી તથા ડોલ માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય
આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય ખેડૂતને નાણા સ્વરૂપે આપવામાં આવશે.
કેટલ શેડ, ગમાણ, પાણીની ટાંકી તથા ડોલ માટે યુનિટ કોસ્ટ ₹36,000 નક્કી કરવામાં આવેલ છે. આ ખરીદ કિંમતના 50% કે ₹18,000 બંનેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે આપવામાં આવશે.
બે પશુઓ માટે કેટલ શેડ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- માલિકીની જમીન અંગેનો તલાટી નો દાખલો અથવા જમીન ના 7/12 ઉતારા
- આધારકાર્ડ
- બેંક ખાતાની પાસબુક
- અનુસૂચિત જાતિનો દાખલો
- રેશનકાર્ડ
- મોબાઈલ નંબર
બે પશુઓ માટે કેટલ શેડ, ગમાણ, પાણીની ટાંકી તથા ડોલ માટે સહાય યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું?
આ યોજના માટેનું ઓનલાઇન ફોર્મ ikhedut વેબસાઈટ પર ભરવાનું રહેશે. વર્ષ દરમિયાન ૧ કે ૨ મહિના માટે આ યોજનાની ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે.
i khedut પોર્ટલ પર અરજી કર્યા બાદ પ્રિન્ટ કાઢીને અરજીમાં દર્શાવેલ કચેરીના સરનામા પર અરજી જમાં કરાવવાની રહેશે.
આ યોજના વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.
- પીએમ કિસાન નિધિ ના 2000 રૂપિયા નું સ્ટેટસ કઈ રીતે જોવાય
- મફત પ્લોટ યોજના ગુજરાત 2023 | મફત પ્લોટ યોજનાનું અરજી ફોર્મ PDF Download
- Aadhaar Pan Link Extended Date: પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લીંક કરાવાની તારીખ લબાવાઈ, ખૂબ મહત્વ ની જાણકારી
- PM કિસાન સન્માન નિધિના હપ્તા લેવા E-KYC અને આધાર સીડિંગ ફરજિયાત, જાણી લો લિંક કરવાની રીત
- Manav Kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના 2023, ઓનલાઇન ફોર્મ ભરો
- Surat Jilla Panchayat Recruitment 2023: સુરત જિલ્લા પંચાયતમાં પરીક્ષા વગર સીધી ભરતી
- CPRI Recruitment 2023: કેન્દ્રીય શક્તિ સંશોધન સંસ્થામાં ITI થી લઈ સ્નાતક માટે ભરતી
- CRPF Recruitment 2023: સીઆરપીએફમાં 10 પાસ માટે 9212 જગ્યા પર ભરતી
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓ | અહિ થી જોડાઓ |
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરો | અહિ થી ફોલો કરો |