WCD Gujarat Anganwadi Bharti 2023 | ગુજરાત આંગણવાડી ભરતી 2023 કાર્યકર અને તેડાગર માટે 10 હજાર થી વધુ જગ્યાઓ

Gujarat Anganwadi Bharti 2023 | ગુજરાત આંગણવાડી ભરતી 2023 : ઘણા સમયથી રાહ જોવાયેલા લોકો માટે આજે ખુશીના સમાચાર છે. ગુજરાતમાં આંગણવાડી ભરતી ની જાહેરાત બહાર પડી છે. જેમાં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેનો ગુજરાતના તમામ જિલ્લાઓ માટે કુલ 10,500 ની ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવે છે. તો આજના આર્ટિકલમાં તમે તમને જાણવા મળશે કે આંગણવાડી ભરતી માટે શું લાયકાત છે, ડોક્યુમેન્ટ શું જોશે, કેવી રીતે અરજી કરવી, કોણ કોણ અરજી કરી શકે છે અને છેલ્લી તારીખ શું છે તે તમામ માહિતી તમને જાણવા મળશે તેથી આર્ટિકલ છેલ્લે સુધી વાંચવા વિનંતી.

ગુજરાત આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી 2023

ભરતી બોર્ડ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત
પોસ્ટ નું નામઆંગણવાડી કાર્યકર અને તેડાગર
ખાલી જગ્યાઓ10,000 થી વધારે
ભરતી નું સ્થાનસમગ્ર ગુજરાતમાં
અરજી કરવાની છેલ્લી તારીખ30 નવેમ્બર 2023
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઇટhttps://e-hrms.gujarat.gov.in

ભરતી ની પોસ્ટ : 

આંગણવાડી કાર્યકર અને તેડાગર (સહાયક)

કુલ ખાલી જગ્યાઓ : 

Gujarat Anganwadi Bharti માટે ગુજરાત ના તમામ જિલ્લા ખાલી જગ્યાઓ : 10500 

શૈક્ષણિક લાયકાત : 

  • કાર્યકર : ધો 12 પાસ
  • તેડાગર : ધો 10 પાસ

વધુ અભ્યાસ કરેલ ઉમેદવાર પણ અરજી કરી શકે છે. 

અરજી  ફી: 

આ ભરતી માટે કોઈપણ જાત ની અરજી ફી ચૂકવવાની રહેતી નથી. 

ઉમર મર્યાદા : 

કાર્યકર અને તેડાગર માટે ઉમર : 18 વર્ષ થી 33 વર્ષ

પગાર ધોરણ

  • આંગણવાડી કાર્યકર : 10000
  • આંગણવાડી તેડાગર : 5500

આંગણવાડી ભરતી 2023 માટે કોણ કોણ અરજી કરી શકે?

  • અરજી કરનાર મહિલા ભારતીય હોવી જોઇએ
  • ઓછામાં ઓછું એક વર્ષના સ્થાનિક રહેવાસી હોવા જોઈએ
  • અરજી કરવાની છેલ્લી તારીખ સુધી 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અરજદાર સામે પોલીસ ફરિયાદ થયેલ ના હોવી જોઈએ
  • એક જ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર અથવા તેડાગર એક જ કુટુંબના સભ્ય જેવા કે સાસુ વહુ દેરાણી જેઠાણી બે બહેનો નણંદ ભાભી વગેરે હશે તેવી પરિસ્થિતિ બનતી હોય તો અરજી ન કરી શકે.

આંગણવાડી ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • રેશનકાર્ડ
  • ચૂંટણીકાર્ડ 
  • આધારકાર્ડ 
  • લાઈટ બિલ 
  • પાસપોર્ટ 
  • બેન્ક પાસબુક 
  • ડ્રાઇવિંગ લાઇસન્સ 
  • ભાડા કરાર 
  • લગ્ન પ્રમાણપત્ર 
  • સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
  • સ્વ ઘોષણાપત્ર

Gujarat Anganwadi Bharti 2023 માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે સુચના

  • ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે તમારે બધા ડોક્યુમેન્ટ ઓરીજનલ સ્કિન અથવા ફોટો પાડીને અપલોડ કરવાનો રહેશે.
  • ડોક્યુમેન્ટ ની સાઈઝ વધુમાં વધુ 2 MB
  • તમામ ડોક્યુમેન્ટ તમારે pdf ફાઈલમાં અપલોડ કરવાના રહેશે.

ગુજરાત આંગણવાડી ભરતી 2023 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ તમારે આંગણવાડી ભરતી અરજી કરવા માટેની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે. જેની લીંક તમને નીચે આપેલી છે. https://e-hrms.gujarat.gov.in/Advertisement/Index 
  • ત્યારબાદ તમારી સામે તમામ જિલ્લા નું લિસ્ટ જોવા મળશે જે પણ જિલ્લામાંથી તમે આવતા હોય તે જિલ્લા ઉપર તમારે Apply બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારી સામે એક કન્સેન્ટ ફોર્મ ખુલશે જેના જેમાં તમારે I agree બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે રજીસ્ટ્રેશનમાં જેટલી વિગતો બતાવે છે તે ભરવાની રહેશે.
  • અને તેમાં મોબાઈલ નંબર નાખીને Send OTP બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારા મોબાઇલ નંબર ઉપર એક ઓટીપી આવશે અને પછી તે ઓટીપી નાખીને Submit And Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારી સામે તમારી બધી માહિતી ભરવાનું એક પેજ ખુલશે તેમાં તમારી માહિતી ભરવાની રહેશે.
  • ત્યારબાદ તમારે તમારા અભ્યાસની વિગતો બધી ભરવાની રહેશે.
  • અને પછી તમારે ભરતી મુજબના જે જરૂરી ડોક્યુમેન્ટ હોય છે તે બધા અપલોડ કરવાના રહેશે.

આંગણવાડી ભરતી ની પસંદગી પ્રક્રિયા:

અરજી કરેલ ઉમેદવારને પસંદગી માટે સામાન્ય શરતો મુજબ લાયકાત ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઇન મેરીટ યાદી બનાવવામાં આવશે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તે આગળ ની શૈક્ષણિક લાયકાત અનુક્રમે ધોરણ 12 પાસ અને ધોરણ 10 પાસ છે જો કે વધુ લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે પરંતુ શૈક્ષણિક લાયકાત અને મળેલ ગુણના માર્ક્સ ની મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળ આણંદ આંગણવાડી કેન્દ્ર ઓનલાઇન મેરીટ યાદી નિયત પતિ અનુસરી જાહેરાત કરવામાં આવશે.

અરજી કરવા માટે વેબસાઇટ અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ30 નવેમ્બર 2023
હેલ્પલાઈન નંબરડાઉનલોડ કરો
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a comment